વરિષ્ઠ આહિર અગ્રણી ભીખુભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને…
જામનગર જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી ગુરૂવાર તા. ૨-૧૦-૨૦૨૫ના રોજ સાંજે ૫-૧૫ કલાકે આહિર કન્યા છાત્રાલય સ્વામીનારાયણનગર કનસુમરા પાટીયા સામે તેજસ્વી તારલા સન્માન સમારોહનું વરિષ્ઠ આહિર અગ્રણી ભીખુભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ગાંધી જયંતીના દિવસે તજસ્વી તારલા સન્માન સમારોહનું આવોજન કરવામાં આવ્યુ છે, જેમાં સમારોહના ઉદઘાટક તરીકે કેબીનેટ મંત્રી પ્રવાસન અને સાંસ્કૃતીક પ્રવૃતી, વન અને પર્યાવરણ મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવશે, મુખ્ય અતિથી તરીકે હાલારના સાંસદ પુનમબેન માડમ, વિશેષ અતિથી તરીકે લાલપુર, જામજોધપુર ધારાસભ્ય હેમતભાઈ ખવા, પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરીયા ઉપસ્થીત રહેશે, જયારે આ સમારોહના મુખ્ય વકતા તરીકે પ્રોફેસર ડૉ. હરીભાઈ આર. કાતરીયા કુલપતી ગોવિંદ ગુરૂ યુનીવર્સીટી ગોધરા રહેશે.
આગામી ગુરૂવારના રોજ કરાયું આયોજન : કેબીનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્ય, પુર્વ મંત્રી સહિતના આગેવાનો રહેશે ઉપસ્થીત
જયારે સમારોહના અતિથી તરીકે મુળુભાઈ કંડોરીયા, પ્રવિણભાઈ માડમ, ખીમભાઈ ગોજીયા, જીવણભાઈ કુંભરવડીયા, મેરામણભાઈ ગોરીયા, વી.એચ. કનારા, મેરામણભાઈ ભાટુ, રણમલભાઈ કાંબરીયા, હરદાસભાઈ કંડોરીયા, કરશનભાઈ કરમુર, કરશનભાઈ રાઠોડ, કિશન માડમ, કેશુભાઈ માડમ, રાહુલભાઈ બોરીયા, જયોતીબેન ભારવડીયા, અમિતાબેન ઉપસ્થીત રહેશે. બંધીયા અને રચનાબેન નંદાણીયા સમારોહને સફળ બનાવવા જામનગર આ તેજસ્વી તારલા સન્માન જીલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ હંમતભાઈ આંબલીયા, ઉપપ્રમુખ વિરાભાઈ કરમુર, ડો. સંદીપભાઈ મકવાણા, મંત્રી હમીરભાઈ ભાટુ, ખજાનથી આલાભાઇ કરંગીયા સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

