Gujarat

બાળકો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

મંત્રીશ્રીએ મોટા વાગુદડ ગામે નાના ભૂલકાઓને પતંગ અને લાડુનું વિતરણ કર્યું

જામનગર તા.૧૫ જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જામનગર જિલ્લાના મોટી વાગુદડ ગામે નાના ભૂલકાઓને લાડુ અને પતંગ તથા ફીરકીનું વિતરણ કર્યું હતું. અને બાળકો સાથે પર્વની ઉજવણી કરી સૌને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે તેમની સાથે અગ્રણીઓ, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.