સુરેન્દ્રનગર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ફોર્મ પાછુ ખેંચવાના છેલ્લા દિવસ સુધી સ્થાનિક વિસ્તારની 6, બહારગામની 3 બેઠક પર બેઠક જેટલા જ ઉમેદવાર રહ્યા હતા. આથી તમામને વાર્ષિક સામાન્ય સભામાં બિનહરીફ જાહેર કરાયા હતા.
ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સ્થાનિક વિસ્તારની 6 બેઠક અને બહારગામ વિસ્તારની ૩ બેઠક પર ચેમ્બર સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી.
ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં ખાલી બેઠકો જેટલા જ ઉમેદવારો રહેતા હોઇ, ઝાલાવાડ ચેમ્બરની ગુરૂવારે વાર્ષિક સામાન્ય સભામાં તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ તરીકે દિનેશભાઇ તુરખીયા, સુરેન્દ્રનગર, ઉપ-પ્રમુખ તરીકે દિલીપસિંહ પરમાર અને સુમિતભાઇ પટેલ ચૂંટાઇ આવ્યા.
તેમજ ચેમ્બરના નવા પ્રમુખ દ્વારા માનદ મંત્રી તરીકે કેયુરભાઇ કોઠારી અને સહ-માનદ મંત્રી તરીકે મુકેશભાઇ મકવાણાની નિયુક્તિ કરાઈ. સ્થાનિક વિસ્તારમાં દિનેશભાઇ જે. તુરખીયા, સુરેન્દ્રનગર, પ્રશાંતભાઇ વી. વ્યાસ, સુરેન્દ્રનગર, કેયુરભાઇ એન. કોઠારી, સુરેન્દ્રનગર, માધવીબેન એચ. શાહ વઢવાણ, તરૂણભાઇ જી. વરમોરા, વઢવાણ, પુનિતભાઇ એન. શાહ, વઢવાણ તેમજ બહારગામ વિસ્તારમાં મહમદહસનૈન એચ. નરસિંહ, લીંબડી, મુકેશભાઇ યુ. મકવાણા, મુકેશભાઇ એમ. ચાવડા, થાનગઢની વરણી કરાઇ હતી.

