Gujarat

વિદ્યાનગર રોડ પર એક વ્યક્તિ પર 4 શખ્સોનો હુમલો, CCTV ફૂટેજ વાયરલ

ઉના શહેરમાં દિવસે દિવસે અસામાજિક તત્વોની દાદાગીરી વધી રહી છે. શહેરના વિદ્યાનગર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 4થી 5 શખ્સોએ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાસ્થળ નજીકની દુકાન લાગેલા CCTV કેમેરામાં હુમલાની આ સમગ્ર ઘટના કેદ થઇ છે. આ ગંભીર ઘટના અંગે ઉનાના PI એન.એમ. રાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. PIએ જણાવ્યું કે તેઓ રજા પરથી હમણાં જ ઉના પરત ફર્યા છે. તેમણે વાયરલ થયેલા વીડિયોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ ઘટના બાદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. લોકોએ આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ શખ્સો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી શહેરમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.