તારીખ ૦૨/૧૦/૨૦૨૫
*’સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી
*જિલ્લા વિકાસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છ ભાર દિવસની ઉજવણી કરાઈ
ભરૂચ- ગુરુવાર – ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી અભિયાનના ભાગ આજરોજ જિલ્લા વિકાસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પૂજ મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ પ્રમુખ શ્રીએ જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણા દાયક બાબત છે. બાપુ સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વચ્છતા બાબતે જાગૃત બનીએ, આપણા જીવનમાં સ્વચ્છ અપનાવી અન્ય લોકોમા જાગૃતતા લાવીએ, અને દરેક લોકોને આ અભિયાનમાં સહભાગી બને તે માટે પ્રયત્ન કરી= સાથે જ પોતાના સ્વભાવ અને સંસ્કારને સ્વચ્છતા સાથે જોડવાની પણ તેમણે હાંકલ કરી હતી.
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન દરમિયાન જનભાગીદારીથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં પરંતુ સ્વચ્છતા જાળવી રાખવા માટે આપણે સૌએ સંકલ્પબધ્ધ થવું પડશે. આપણે પોતાના ઘર, ગામ સ્વચ્છ, શા આંગણવાડી, બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવી રાખવું પડશે તેમ તેઓએ જણાવ્યું હતું.
સ્વચ્છતા એ સંસ્કાર છે. બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર આપવા તેમજ પર્યાવરણને સ્વસ્થ બનાવી રાખવા અ સ્વચ્છતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવા જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા બાબતે ભરૂત જિલ્લામાં ઘન કચરા વ્યવસ્થાપન અંગે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોની પ્રથ દ્વિતીય તૃતીય ત્રણ નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અધિકારી/કર્મચારીઓ સહિ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…