Gujarat

આર્યુવેદિક વૃક્ષારોપણ અને પેરેન્ટિંગ સેમિનાર સાથે કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

નડિયાદ તાલુકાના સલુણ સ્થિત આર.સી. મિશન શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમમાં શિક્ષણવિદ શૈલેષ રાઠોડ અને સભાપુરોહિત તથા મેનેજર ફા. અરુલ ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પરિસરમાં આર્યુવેદિક મહત્વ ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. લીંબુ, જામફળ અને મીઠી લીમડી જેવા વૃક્ષોના આર્યુવેદિક ફાયદાઓની માહિતી આપવામાં આવી. વક્તા શૈલેષ રાઠોડે વાલીઓને બાળકોના મૂલ્ય સિંચન અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સંસ્થાના આચાર્ય પ્રતિમાબેન ચૌહાણ અને શિક્ષકોની ટીમે વાલી મીટિંગનું આયોજન કર્યું. બાળકો અને વાલીઓનું કંકુ-તિલક અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું. ફાધર અરુલે કન્યા કેળવણીના મહત્વ વિશે વાત કરી આશીર્વાદ આપ્યા હતા.

આચાર્ય પ્રતિમાબેને દાતા ધીરજભાઈ આર્થરનો આભાર માન્યો અને બાળકોને દફ્તર તથા નોટબુકનું વિતરણ કર્યું. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના ડાન્સ રજૂ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ પરમારે કર્યું હતું.