Gujarat

છોટાઉદેપુર ખાતે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી

ગુજરાત સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા તા.૭ થી ૧૫ મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસ ફતેપુરા સ્થિત સન રાઈઝ સ્કુલ ખાતે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલા બેન રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
“યુવા સશક્તિકરણ દિવસ” અંતર્ગત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલા બેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે દાહોદ સંસ્કાર એડવેન્ચર ટીમ દ્વારા બાળકોમાં રહેલો ડર દૂર કરી સાહસિક બનવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસક્યુ મેથડ અંગે એડવેન્ચર સાહસિકતાની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા જી.આર.ડી. કમાન્ડર લીલાબેન રાઠવા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી દીપિકા બેન રાણા, સનરાઈઝ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડિમ્પલ બેન સોની, આચાર્ય હેતલબેન ઉપાધ્યાય દાહોદ સંસ્કાર એડવેન્ચર ટીમના ઘનશ્યામભાઈ સોલંકી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર