શહેરમાં અનેક એજન્સીઓ પાસે મ્યુનિ.ને ભાડા પેટે 15 કરોડથી વધારેની રકમ લેવાની નીકળે છે. જોકે આ એજન્સીઓ પાસે આ લેણી રકમ ભરાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો નથી. જ્યાં સામાન્ય નાગરિકોને સામાન્ય ટેક્સની રકમ બાકી હોય તો પણ સીલિંગ કરતું મ્યુનિ. તંત્ર આવા મોટા એકમો સામે કોઈ પગલાં ભરતું નથી.
કેબલ અને પાઇપલાઇન કેટલી પાથરી છે તે ઓછી ગણી તંત્ર કૌભાંડ કરતું હતું ત્યાં કેન્દ્ર સરકારે ભાડું નહિ વસૂલવાનો પરિપત્ર કરી દેતાં આ કૌભાંડની તપાસ પર જ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. કોર્પોરેટર વિજય પંચાલે સ્ટેન્ડિંગ કમિટીમાં સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, કેન્દ્રને અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરતી વિવિધ કંપનીઓ પાસેથી કેટલી બાકી લેણી રકમ નીકળે છે અને આ રકમ વસૂલવા માટે શું કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં 4500 કિમીના રસ્તા વચ્ચે મ્યુનિ. તંત્ર દ્વારા માંડ 100 કિમીના રસ્તા પર જ આવા કેબલ કે પાઇપ અંડરગ્રાઉન્ડ પાથર્યા હોવાનું દર્શાવીને માત્ર 100 કિમી સુધીના હોવાનું દર્શાવી તેના આધારે જ ભાડું વસૂલાતું હતું. કેટલું ખોદકામ કર્યું તેની સ્પષ્ટ માહિતી ઇજનેર વિભાગ પાસે હોય છે પરંતુ ઇજનેર વિભાગ અને એસ્ટેટ વિભાગ વચ્ચેના સંકલનને અભાવે મ્યુનિ.ને કરોડોનું નુકશાન થયું હતું.

