Gujarat

દામનગર શહેર માં સરદાર કોમ્પ્લેક્ષ ખાતે ચાણક્ય એકેડમી & ટયુશન કલાસીસ રંગા રંગ પ્રારંભ

દામનગર શહેર માં સરદાર કોમ્પ્લેક્ષ ખાતે ચાણક્ય એકેડમી & ટયુશન કલાસીસ રંગા રંગ પ્રારંભ

દામનગર શહેર માં સરદાર કોમ્પ્લેક્ષ ખાતે ચાણક્ય એકેડમી & ટયુશન કલાસીસ રંગા રંગ પ્રારંભ જાણીતા દાતા રત્ન ભુપતભાઇ ભાભા નામ થી પ્રચલિત અગ્રણી સહિત ના વડીલો દ્વારા દીપ પ્રાગટય કરી શેક્ષણિક સંસ્થાન નો પ્રારંભ
રિદ્ધિબેન હરેશભાઇ શંકર પરિવાર દ્વારા કેળવણી ક્ષેત્રે ઉત્તમોત્તમ સુવિધા યુક્ત ચાણકીય એકેડમી ના પ્રારંભ પ્રસંગે અનેક કેળવણી રત્નો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા માર્કેટ યાર્ડ ના ભગવનભાઈ નારોલા દામનગર નગરપાલિકા ના પ્રમુખ ગોબરભાઈ નારોલા પૂર્વ પ્રમુખ અરમશીભાઈ નારોલા પૂર્વ પ્રમુખ ધીરૂભાઇ નારોલા પાલિકા સદસ્ય હિમતભાઈ આલગિયા ડાયમંડ ઉદ્યાગ ના વિનુભાઈ સતાણી અલ્પેશભાઈ સોનાણી પ્રકાશભાઈ તજા વિપુલભાઈ નારોલા વેપારી અગ્રણી રજનીભાઇ ધોળકિયા કોશિકભાઈ બોરીચા સહિત અનેકો સામાજિક સેવા પ્રદાન કર્તાઓની ઉપસ્થિતિ માં ચાણકીય એકેડમી ના મોભી રિદ્ધિબેન શંકર દ્વારા કેળવણી વિષય મનનીય વક્તવ્ય
“શિક્ષણ એ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે” નો સુંદર સદેશ આપ્યો હતો સવંત ર૦૮૧ ના જેઠ સુદ અગિયારસ ને શુક્રવાર તા.૬-૬-૨૫ નાં રોજ સવારે ૯:૦૦ કલાકે યોજાયેલ ચાણક્ય એકેડમી ના પ્રારંભ માં સ્થાનિક ધારાસભ્ય તળાવીયા સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શેક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થી જગત ઉજ્જવળ ભવિષ્ય માટે સાંપ્રત સમય ની જરૂરિયાતો ને ધ્યાને રાખી ચાણકીય એકેડમી દ્વારા પ્રારંભયેલ જ્ઞાન યજ્ઞ માં શુભેચ્છા વ્યક્ત કરતા મહાનુભવો અનંત કાળ ને પ્રભાવિત કરતા શેક્ષણિક ક્ષેત્રે અનેક નવીનવી શોધ સંશોધન કોમ્પ્યુટીટિવ સ્પર્ધાત્મક ના યુગ માં અપડેટ રહેવા માટે વિચારો વ્યક્ત કરતા અગ્રણી ઓએ શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250606-WA0086.jpg