ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ પેરોલ/ ફર્લો/ વચગાળા જામીન તથા જેલ ફરારી અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ હોય તેવા કેદીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા જે.ડી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ચીલોડા સી.ટી.પોલીસ સ્ટેશન 1 ગુ.૨.નં.૧૭/૨૦૧૨ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ મુજબ આરોપીએ ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર જેવો ગંભીર ગુન્હો કરેલ હોય જે ગુન્હામાં આરોપીને કોર્ટ ધ્વારા સાત વર્ષની કેદની સજા કરવામાં આવેલ હોય આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હતો તે દરમ્યાન વર્ષ- ૨૦૧૭ માં પંદર દિવસની પેરોલ રજા ઉપર છૂટયા બાદ ફરાર થઇ ગયેલ હતો જે પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદી સૌરાષ્ટ્ર બાજુ મજુરી કામ કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ અમરસીંગભાઇ શંકરભાઇ તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ નગીનભાઈ નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળતાં આ કામે શ્રી જે.ડી.રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ. છોટાઉદેપુર તથા સ્ટાફના માણસોએ હયુમન રીસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી આ કામનો પાકા કામનો કેદી મુકેશભાઈ અંબુભાઈ નાયકા રહે.આમરોલી તડવી ફળીયા તા.સંખેડા જી.છોટાઉદેપુર નાનો સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે વિષ્ણુભાઇ જયંતિભાઇ પટેલના ખેતરમાં મજુરી કામ કરતો હોવાની ચોક્કસ હકીકત મેળવી બાવળી ગામે જઇ વિષ્ણુભાઇ જયંતિભાઇ પટેલ નાઓના ખેતરમાં આવેલ ઓરડીમાંથી છેલ્લા આઠ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ ધ્વારા તા.૨૬/૦૧/૨૦૨૫ ના રોજ ઝડપી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર