Gujarat

સાસુ વહુના ઝગડાનું સમાધાન કરાવતી છોટાઉદેપુર અભયમ ટીમ

છોટાઉદેપુર જલ્લાના પાવીજેપુર તાલુકાના ગ્રામિણ વિસ્તાર માંથી પીડિત મહિલાનો ફોન આવતા જણાવ્યુ કે, તેમના સાસુ હેરાનગતિ કરે છે. મહિલા સાથે ઝઘડો કરી ઘરની બહાર કાઢી મુકેલ છે. 181 અભયમની મદદની જરૂર છે. તેથી 181 અભયમ ટીમ ધટના સ્થળે પોહચતાં જાણવા મળેલ કે પીડિત મહિલા તેમના પતિ સાથે અલગ રહે છે. બે બાળકો છે. મહિલાના પતિ ખેતી કામ કરે છે.
મહિલા જણાવે છે, મારા સાસુ અપશબ્દો બોલી કાયમ ઝગડો કરે છે. બાળકો સાથે પણ સારું વર્તન કરતા ના હોવાથી વારંવાર નાની નાની બાબતો માં સાસુ અપશબ્દો બોલી ગાળાગાળી કરતા હોય છે.
ટીમ દ્રારા બંને પક્ષ નું કાઉન્સિલિંગ કરી સાસુ અને પતિ ને કાયદાકીય સમજ આપી . ગેરવર્તન ના કરવું. સારું વર્તન કરવાની સમજણ આપી. મહિલાના અધિકારો વિશે સમજાવી .સાસુ એ પોતાની ભૂલ સ્વીકાર કરી ફરી ભૂલ ના થઈ કહી રાજી ખુશી થી રહીશું કેહતા સુખદ સમાધાન કરાવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર