સુરેન્દ્રનગર નાં દેવ પરમારે બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
તાજેતરમાં ખેલાયેલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત છોટાઉદેપુર એસ.એફ હાઇસ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરનાં દેવ કિશોરભાઈ પરમારે છોટાઉદેપુર ખૂટલિયા લાઇન માં યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ સમગ્ર સ્પોર્ટ્સ સ્ટાફ તેમજ કોચ અને પધારેલ મહેમાન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ ૨૦૧૦માં સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે આ ખેલ મહાકુંભ ૩.૦ નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. ત્યારે છોટાઉદેપુર એસ.એફ હાઇસ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરનાં દેવ કિશોરભાઈ પરમારે છોટાઉદેપુર ખૂટલિયા લાઇન માં યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં પ્રથમ બેડમિન્ટન ખેલાડી બન્યો છે.
દેવ પરમારના પિતાએ જણાવ્યું હતું કે હું જ્યારે રાજકોટ જીમખાના ક્લબમાં બેડમિન્ટન રમવા જતો, ત્યારે દેવને પણ જોડે લઇ જતો એ દરમિયાન દેવ ને બેડમિન્ટન રમતા જોઈ મને થયું કે તેનામાં રમવા માટેનું એક ટેલન્ટ છે, જેથી મેં પોતે જ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું.
માત્ર ૬ વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી તેનામાં રમવાની ધગશ હતી.
દેવ પરમાર ના પિતા કિશોર પરમારે વધુમાં જણાવ્યું હતું કે દેવ જ્યારે છ વર્ષનો હતો ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જોકે હાલ તે યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો એ મારા માટે ગર્વની વાત છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

