Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈના પુત્ર સત્યજીતના લગ્ન સંપન્ન થયા

છોટાઉદેપુર વસંતકુંજ ફાર્મહાઉસ વસેડી ખાતે બે દિવસ માટે હિન્દુ સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ સાંસદના પુત્ર સત્યજીતના લગ્નનની રસમ માનવ મહેરામણ વચ્ચે પૂર્ણ થઇ. લગ્નનો આનંદ સમગ્ર વિસ્તારમાં છવાઈ ગયો હતો. સૌ સમાજના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામ વર્ગનો સમુદાય એક વિશેષ આગવી સાંસ્કૃતિક પરંપરાઓ સાથે આવ્યા હતા. સ્થાનિક ગુરૂપદે બિરાજમાન પૂજ્ય ગુરુજનોએ નવ દંપતીને આશીર્વચન આપ્યા હતા.સમગ્ર જગતમા વિસ્તાર પામેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનુ પણ ભાવપૂજન સાંસદ જશુભાઈના પરિવારે કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.સમાજની તમામ સજ્જન શક્તિનું અભિવાદન હૃદયના આત્મીયભાવોથી જશુભાઈના પરિવાર દ્વારા થઇ રહ્યું હતું.
હંમેશા ગુરુપૂજનના મહિમાને આત્મસાત કરનાર સાંસદશ્રીના પરિવાર દ્વારા રાયમુની મહારાજને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી ધન્યતા અનુભવી હતી.. એકબાજુ અતિથિઓનો મેળાવડો જામતો ગયો. અને બીજી બાજુ ગુજરાતી કલાકારોએ ગીતોની રમઝટ બોલાવી હતી.આજે સૌના દિલ ઝૂમતા હતા. લગ્ન સમારંભ જાણે સર્વ સમાજનો બની ગયો હતો.
સાંસદશ્રી જશુભાઈ તમામને રૂબરૂ આવકાર આપી રહ્યા હતા. આતિથ્યનો સંસ્કાર સોળે કળાએ શુશોભિત બની રહ્યો હતો. નાના, મોટાનો કોઈ ભેદ ન હતો. તમામમા અદ્ભૂત આત્મીયતાના દર્શન સહજ રીતે જોવા મળતા હતા. તમામ સંપ્રદાયોના સંતોના ચરણ સ્પર્શ સાથે તમામ પ્રસંગ ધર્મમય જણાતો હતો. દેવત્વના પૂજન અર્ચનની વિશેષ સેવા સાથે આશીર્વાદ કલ્યાણ પ્રાપ્ત થઇ રહ્યા હતા. તમામ જાતિ, સંબધો, આજે એકત્વના સ્વરૂપ જોવા મળતા હતા. સૌ જાણે સેલ્ફી અને સાંસદ પરિવાર અને સત્યજીતના નવજીવનને વધાવવા આતુર હતા. દરેક અતિથીઓ એક ક્લિકમા સમાવવા થનગની રહ્યા હતા. સમગ્ર લગ્ન સમીયાણો સમરસતાનું સ્વરૂપ બની ગયો હતો. સાંસદશ્રીના તમામ સ્નેહીજનો વિવિધ સમિતિઓમાં સેવા આપવા જોડાઈ ગયા હતા. પ્રસંગ આજે સર્વ નો નહિ પણ સ્વનો બની ગયો હતો.એકતા, આત્મીયતા અને બધુંતાના દર્શન સહજ રીતે થતા હતા.સાંસદ જશુભાઈનો લોક સંપર્ક, લોકસેવા, અને પ્રત્યેક જન સાથેનો લગાવ ચોક્કસથી ફલિત થતો હતો.
 
આદિવાસી લોક નૃત્યની ઝાંખીએ સૌમાં આકર્ષણ ઉભું કર્યું હતું. સમગ્ર લગ્ન સમારંભ ધર્મ અને કર્મમાં લિન થતો જોવાતો હતો.તમામ મહેમાનો સાથેના સમાન ભાવપૂર્ણ વ્યવહારથી દિલને રોમાંચિત અનુભવ થતો હતો. સાંસદ જશુભાઈ પણ લોક વ્યવહારમાં હંમેશા અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવનાર શ્રેષ્ઠ અને જયેષ્ઠ વ્યક્તિ હોવાના નાતે આજના પ્રસંગમાં વાવેલો વ્યવહાર આમત્રંણને માન આપી પધાર્યા હતા. સમાજસેવા આપી નિવૃત અથવા બદલી પામેલા મહાનુભાવોએ પણ આજના પ્રસંગને માણવા હાજરી આપી હતી. સમગ્ર લગ્ન પ્રસંમા સાંસદ સમગ્ર પરિવાર અને જશુભાઈ સૌના સ્નેહી, પ્રિય, આદર્શ વ્યવહાર, સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ, જનજનના,સર્વમાન્ય સેવકના રૂપમાં જોવા મળ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર