Gujarat

છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં નાસ્તા ફરતા તથા  પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી ક૨વા તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ જે અનુસંધાને  છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.પ્રજાપતિ નાઓના માર્ગદર્શન હેઠળ ઠયુમન તથા ટેકનીકલ સોર્સથી મળેલ માહિતીના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ  ગુ.૨.નં-૧૧૧૮૪૦૦૨૨૩૦૦૨૭૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી કિશનભાઈ કિશોરભાઈ સોલંકીને જુનાગઢ શહેરમાંથી ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર