જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂ. 430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક નેતાઓએ સ્વાગત કર્યું હતું.

ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમાં રૂ. 13.29 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રૂ. 10.66 કરોડના ખર્ચે ડૉ.શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં રૂ. 8.14 કરોડના ખર્ચે નવા જનરલ બોર્ડનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ગુરુ ગોબિંદસિંગ હોસ્પીટલમાં રૂ. 35 લાખના ખર્ચે બે પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક પણ બનાવવામાં આવ્યા છે.