રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.
રાજકોટ શહેર તા.૨૨/૧૧/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું રાજયના કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, કલેકટર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનન્દુ સુરેશ ગોવીંદ, મ્યુનિસીપલ કમિશ્નર તુષાર સુમેરા, નગરપાલીકાઓના પ્રાદેશિક નિયામક મહેશકુમાર જાની, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા પ્રાંત અધિકારી મહેક જૈન વગેરેએ પુષ્પગુચ્છ આપી ઉષ્માસભર સ્વાગત કર્યુ હતું. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૫૪૫ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


