ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર ખાતે સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાથે જ તેઓએ બ્રિજની મુલાકાત લઈ તેના બાંધકામની ગુણવત્તાનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બ્રિજની ઉપર આવેલા મહત્ત્વના સાત રસ્તા સર્કલ પર પહોંચીને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર બાંધકામની સ્થિતિ જ નહીં, પરંતુ બ્રિજની એન્જિનિયરિંગ ડિઝાઇન, જન-સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાપનના પાસાં અંગે પણ સંબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી.

