Gujarat

રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર પોલીસ ખડે પગે.

રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર પોલીસ ખડે પગે.

રાજકોટ શહેર તા.૨૪/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ૬૭૮ ગરબા અને રાસોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૫૭૩ શેરી-ગરબા, ૭૩ પ્રાચીન ગરબા અને ૩૨ અર્વાચીન રાસોત્સવોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પર ૧,૦૦૦ થી વધુ પોલીસ જવાન, હોમગાર્ડ અને SRP ટીમો તૈનાત છે અને આજુ-બાજુ સતત સુરક્ષા અને વ્યવસ્થા પર નજર રાખી રહી છે. અર્વાચીન રાસોત્સવો માટે ફાયર ડિપાર્ટમેન્ટનું NOC લેવું ફરજિયાત રાખી, પોલીસ આગના જોખમોમાં પણ ઘટ્યું છે લાઉડસ્પીકર અવાજની મર્યાદા અને રાત્રે ૧૨ વાગ્યે કાર્યક્રમો સમાપ્ત થાય છે. મહિલા અને દિકરીઓની સુરક્ષા માટે વિશેષ શી.ટીમ ગરબા મેદાનોમાં કામગીરી કરી રહી છે, જે અસામાજિક તત્વો પર સક્રિય નજર રાખે છે. ટ્રાફિક સુચારુ રાખવા માટે ખાસ ટીમો સતત કામગીરીમાં લાગી રહી છે, રાજકોટ પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ તમામ ડિવિઝનની ટીમો હાલ પણ દિવસ-રાત ફામગીરી ફરી રહી છે જેથી નાગરિકો નિર્ભયપણે ગરબા માણી શકે. પોલીસની ચુસ્ત કામગીરીને જોઈને ઉત્સાહ બેવડો થયો છે. લોકો હવે નિર્ભય અને આનંદમાં ગરબા માણી રહ્યા છે. પોલીસતંત્ર કોઈપણ અગમ્ય બનાવ ના બને તે રીતે બાઝ નજર રાખી રહ્યા છે,

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250924-WA0097.jpg