Gujarat

મહેસાણા નાગરિક બેંકમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલ વચ્ચે ટક્કર

રૂપિયા 700 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી મહેસાણા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે આજે સવારથી મહેસાણા અને અમદાવાદના મતદાન કેન્દ્રો પર મતદાન યોજાઈ રહ્યું છે.

વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. બેન્કની 12 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. સત્તા મેળવવા માટે ‘વિશ્વાસ પેનલ’ અને ‘પરિવર્તન પેનલ’ વચ્ચે સીધો જંગ છે. આ ચૂંટણીમાં બેન્કના 16,500 સભાસદો મતદાન કરવાના છે.

કુલ 10 શાખાઓ ધરાવતી આ બેન્ક માટે અમદાવાદ અને મહેસાણા ખાતે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5 વાગ્યા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. આજના પરિણામ બાદ સ્પષ્ટ થશે કે બેન્કની સત્તાનું સુકાન ‘પરિવર્તન પેનલ’ સંભાળશે કે પછી ‘વિશ્વાસ પેનલ’ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ થશે.

બોર્ડ ઓફ ડિરેકટર્સની 12 બેઠકો માટે સવારથી મતદાન ચાલુ મહેસાણાની સુપ્રસિધ્ધ મહેસાણા નાગરિક સહકારી બેન્કની વર્ષ 2025 થી 2030ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજે યોજાઈ રહી છે જેમાં વર્તમાન ચેરમેનની વિશ્વાસ પેનલ સામે નવા ચહેરાઓ સાથેની પરિવર્તન પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ ચૂંટણી માટે આજે સવારે 8 થી 4 કલાક સુધી પરા માધ્યમિક શાળા અને અમદાવાદની શાખા માટે નવરંગપુરા શાખા ખાતે મતદાન યોજાઈ રહ્યું છે