Gujarat

ખાડી પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય માટે સફાઈ અને દવા છાંટવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી

સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો સતત જોવા મળ્યો હતો. ખાસ કરીને ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ દર વર્ષની માફક આ વર્ષે પણ ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે.

ખાડીપુરના લીધે આખા વિસ્તારમાં દૂષિત પાણી ફરી વળતા રોગચાળા ફેલાવવાની દશરથ જોવા મળી રહી છે સુરતમાંથી પસાર થતી મીઠી ખાડીની આસપાસના વિસ્તારો ચોમાસા દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સુરત જિલ્લામાં જ્યારે પણ વરસાદ વધુ થાબકતો હોય છે, ત્યારે તેનું સીધું પાણી ખાડી મારફતે સુરત શહેરમાં અને ત્યાર બાદ દરિયા તરફ જાય છે.

આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદ થતાની સાથે સુરત શહેરના વિસ્તારોમાં તો પાણી ભરાયા હતા, પરંતુ ફરી એક વખત ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો છેલ્લા ત્રણ દિવસથી જોવા મળ્યો હતો. ગઈકાલ સાંજથી પાણીનું સ્તર ધીરે ધીરે ઘટતાની સાથે જ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

જોકે, જે વિસ્તારની અંદર વધુ પાણી ઓગળી ગયા છે, ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે હાલ કામ કરી રહી છે. ખાડીનું દૂષિત પાણી હોવાને કારણે રોગચાળા ફેલાવવાની પૂરી શક્યતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.