દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું છે.
ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં કોવિડની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

કલેકટરે જિલ્લામાં કોવિડના કેસોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર અને આર.ટી.પી.સી.આર. કીટની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી હતી.
ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જરૂરી દવાઓના પુરવઠાની સ્થિતિ તપાસી હતી. હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરે આરોગ્ય વિભાગને કોવિડના કેસોનું ચોક્કસ મોનિટરિંગ કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

