ઘટવાડ નજીક આવેલ જમજીર ધોધ નજીક જીવ ના જોખમે સેલ્ફી લેતા યાત્રિકો
*ઘાંટવડ જમજીર ધોધ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક સાબિત*
ઘાંટવડ નજીક અતિ પ્રચલિત એવો જમજીર ધોધ આવેલો છે જ્યાં વાર તહેવારે તેમજ રજા ના દિવસો મા પર્યટકો ની અવર જવર વધુ રહેતી હોય છે આ જમજીર ધોધ મા ભૂતકાળમાં નાહવા તથા સેલ્ફી લેવા જતા લોકો મૃત્યુનો ભોગ બન્યા છે,

જેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાંથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં ન્હાવા માટે કે ધોધના ઉંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો તેમ છતાં લોકો જાહેરનામાં ભંગ કરી જિલ્લા કલેકટર સાહેબના હુકમ નો ઉલાળિયો કરતા નજરે પડે છે લોકો ને કાયદાનો જાણે કોઈ ડર જ નથી રહ્યો અને ધોધની ખુબ નજીક જઈ ને સેલ્ફી અને વિડિયો બનાવતા નજરે પડ્યાં હતા ભૂતકાળમાં લોકો સેલ્ફી લેવાની ચક્કરમાં જમજીરમાં ધોધમાં ગરકાવ થઈ મૃત્યુ પામ્યા હોવા ના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે આમ છતાં લોકો સેલ્ફી લેવા માટે જીવ જોખમમાં મૂકી રહ્યા છે
આવી અગમ્ય દુર્ઘટના ઓ રોકવા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને કાયમી માટે યોગ્ય પોલીસ બંદોબસ રાખવા મા આવે તેવી માંગ ઉઠી છે
હાર્દિક કાનાબાર પ્રાચી

