મેંદરડા તાલુકા હેલ્થ કચેરી ખાતે સગર્ભા માતા ઓને પોષણયુક્ત કીટ વિતરણ કરવા માં આવું
આજરોજ મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેંદરડા તાલુકા નીઅતિ જોખમી સગર્ભા માતાઓને સગર્ભા અવસ્થા દરમિયાન સંપૂર્ણ તંદુરસ્તી જળવાઈ રહે તેમના શરીરને પોષણ મળી રહે એવા હેતુથી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શની ના માર્ગદર્શન તળે તેમજ મેંદરડા લોક કલ્યાણ સમિતિના પ્રમુખશ્રી ડોક્ટર બાલુભાઈ કોરાટ સુરેશભાઈ ઠુમર પ્રદીપભાઈ ભાખર ટીબી સુપરવાઇઝર દીપકભાઈ બલદાણીયા તાલુકા સુપરવાઇઝર હિરેનભાઈ સોલંકી આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન દીપકભાઈ બલદાણાયા દ્વારા કરવામાં આવેલ હતું આજે તેમનો જન્મદિવસ પણ હતો લોક કલ્યાણ સમિતિ મેંદરડા અનેકવિધ સેવા કે પ્રવૃત્તિ કરતી આવેલી છે જેમાં ટીબીના દર્દીઓ પણ પોષણસમ કીટ અવારનવાર તેમના દ્વારા આપવામાં આવે છે આ સેવાકી પ્રવૃત્તિને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શનની સંસ્થાને આરોગ્ય માં જાગૃતિ ફેલાવવા સહયોગ આપવા માટે ખાસ અભિનંદન પાઠવેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા




