*🕉️જુનાગઢ નો નાથ જય ભુતનાથ* 🕉️
*શ્રી સંહિતા મહિલા મંડળ તથા શ્રી ચામુંડા મંડળીના સહયોગથી શ્રાવણ માસમાં ઓપન જુનાગઢ બહેનો માટે લાડુ ખાવાની સ્પર્ધા…*
*ભુતનાથ મંદિરના મહંત પૂજ્ય શ્રી મહેશગીરી બાપુના આશીર્વાદ સાથે ગયા વર્ષની ભવ્ય ધાર્મિક ઉજવણીને ધ્યાનમાં રાખીને ફરી આ વર્ષે પણ ચુરમાના લાડુ ખાવાની સ્પર્ધા રાખેલી છે.*
*શ્રાવણ મહિનામાં મહાદેવજીને પ્રસન્ન કરવા લાડુ નો ભોગ ધરવામાં આવે છે. તો આ વખતે પણ ભુતનાથ મહાદેવને ચુરમાના લાડુનો થાળ ધરાવી અને એ જ લાડુ એ પ્રસાદી રૂપે આરોગવાની હરીફાઈ રાખેલી છે.*
*મંદિરના પવિત્ર વાતાવરણ અને બ્રાહ્મણના પવિત્ર મંત્રોચ્ચાર ના સાનિધ્યમાં આ અનેરા કાર્યક્રમનું આયોજન કરેલ છે.*
*તારીખ.. 3/8*
*વાર.. રવિવારે*
*સ્થળ.. ભૂતનાથ મહાદેવનું મંદિર*
*સમય.. સાંજે ચાર વાગ્યે*
🕉️ *નિયમો* 🕉️
🕉️ *દરેક બહેનોએ બેસવા માટે આસન ,ડીસ અને પાણીની બોટલ સાથે રાખવી.*
🕉️ *લાડુ ગોળમાંથી અને લીંબુ થી થોડા મોટી સાઇઝના બનાવવામાં આવશે.*
🕉️ *આ સ્પર્ધા માં ભાગ લેવા માટેની ફી ₹50 રાખેલી છે.*
🕉️ *આ સ્પર્ધામાં 10 થી 18 વરસ બાળકો,18 થી 50 વર્ષ જુનિયર અને 50 થી ઉપરના સિનિયર એમ કુલ ત્રણ ગ્રુપમાં રાખવામાં આવશે.*જેમાં જુનિયર બહેનોએ ગુલાબી રંગ અને સિનિયર બહેનોએ કેસરી રંગ સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્ર પરિધાન કરવું.*
🕉️ *લાડુ ખાવાની સમય મર્યાદા પાંચ મિનિટ રાખેલ છે.*
🕉️ *કાર્યક્રમ ચાર વાગ્યે*
*સમયસર શરૂ થઈ જશે અને સાત વાગ્યે પૂર્ણ પણ કરી દેવામાં આવશે. કારણકે 7 વાગ્યે મહા આરતી નો લાભ લઈ શકાય.*
🕉️ *જેમણે સ્પર્ધામાં ભાગ નથી લેવો પરંતુ ભુતનાથ દાદા ને થાળ ધરાવવાનો ભાવ હોય તે રોકડ ભેંટ પણ લખાવી શકે છે.*
🕉️ *સ્પર્ધામાં માં ભાગ લેવા માટે આરતીબેન જોશી 9879022220 અને ચેતનાબેન પંડ્યા 8733822221 નંબર ઉપર નામ નોંધણી કરાવી ફી ભરી દેવાની રહેશે. ઓનલાઇન પણ ફી ભરી શકશો.*
🏃🏽♀️👱🏻♀️👧🏻👩🏻🦳👵🏼 *તો ચાલો બહેનો,,, તમારું નામ નોંધણી કરાવી ફક્ત 51 રૂપિયામાં ભગવાનને થાળ પણ ધરાવો અને લાડુ ખાવાની સ્પર્ધાનો આનંદ પણ માણો.*


