Gujarat

પીજીવીસીએલ કચેરીનો કોંગ્રેસે ઘેરાવ કર્યો, 8 કલાક વીજળી ન મળવાની ફરિયાદ

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન બેનર હાથમાં લઈને આંબલિયાએ બતાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, લોકો કહે છે કે એક બોટલમાં એક સહી થાય છે આ વાત સાચી??

ખેડૂતોની રજૂઆત મુજબ, વડાત્રા સબ ડિવિઝન, ખંભાળિયા ડિવિઝન કે કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ ડિવિઝનમાં દિવસે 8 કલાક વીજળીની વાત તો દૂર, 8 દિવસ-8 રાત મળીને પણ 8 કલાક વીજળી મળતી નથી.

સરકારના દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ પોકળ સાબિત થયા છે તેવો આક્ષેપ કર્યો હતો. આ રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસે ઊર્જામંત્રી, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ખેડૂતોની માફી માંગવા અને નિયમિત તથા પૂરતા પ્રમાણમાં વીજળી પૂરી પાડવા માટે પત્ર પાઠવ્યો છે.

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો.