Gujarat

જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજની સરપ્રાઈઝ મુલાકાત લઇ અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ સાથે કૂલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૈાહાણે સાધ્યો સીધો સંવાદ

જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજની સરપ્રાઈઝ મુલાકાત લઇ અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ સાથે કૂલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૈાહાણે સાધ્યો સીધો સંવાદ

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે આજે જૂનાગઢ મહાનગરની ડો. સુભાષ પી ચાવડા કેળવણી મંડળ સંચાલીત ડો. સુભાષ મહિલા કોલેજની સરપ્રાઈઝ મૂલાકાત લઇ અધ્યાપકગણ સાથે સંવાદ સાધી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા કાર્યરત અભ્યાસક્રમોની જાણકારી મેળવી હતી. આ તકે કૂલપતિશ્રીએ કોલેજની લાયબ્રેરી અને આનુસાંગિક શૈક્ષણિક માળખાગત સવલતોનું પણ નિરીક્ષણ કર્યુ હતુ. મહિલા કોલેજનાં આચાર્ય પ્રો.(ડો.) બલરામભાઇ ચાવડા, દ્વારકા ખાતેની શ્રી શારદાપીઠ કોલેજનાં આચાર્ય ડો. સંદિપ વાઢેર, સહિત ડો. સુભાષ મહિલા કોલેજનાં અધ્યાપકો, અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ તકે કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે કોલેજની વિદ્યાર્થીનીઓને રૂબરુ મળી અભ્યાસલક્ષી બાબતોની જાણકારી મેળવી વિદ્યાર્થીનીઓનાં શેક્ષણીક પ્રશ્નો અંગે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ડો.પ્રતાપસિંહજી ચૈાહાણે અધ્યાપકશ્રીઓ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે શૈક્ષણિક માર્ગદર્શન અને પરામર્શએ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક, વ્યક્તિગત અને સામાજિક વિકાસમાં સહાય કરવા માટે રચાયેલ પ્રક્રિયા છે. તેમાં વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને કારકિર્દીના માર્ગો વિશે માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવી, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પસંદગી અને શૈક્ષણિક આયોજનમાં મદદ સાથે શૈક્ષણિક નીતિઓ સમજવામાં મદદ કરવી. અસરકારક અભ્યાસ ટેવો અને સમય વ્યવસ્થાપન માટે વ્યૂહરચનાઓ પૂરી પાડવી. કારકિર્દી શોધ અને આયોજન માટે સંસાધનો પૂરા પાડવા. શોધ, રેઝ્યૂમ લેખન અને ઇન્ટરવ્યૂની તૈયારીમાં સહાય અને ઇન્ટર્નશિપ અને નોકરીની તકો સાથે જોડાણોને સરળ બનાવવું. સામાજિક કૌશલ્યોને પ્રોત્સાહન આપવું અને વિદ્યાર્થીઓને આંતરવ્યક્તિત્વ સંબંધોમાં નેવિગેટ કરવામાં મદદ કરવી. વિદ્યાર્થીઓની શક્તિઓ, નબળાઈઓ, રુચિઓ અને મૂલ્યોને ઓળખવા માટે મૂલ્યાંકનનો ઉપયોગ કરવો. પ્રગતિનું નિરીક્ષણ કરવું અને જરૂર મુજબ માર્ગદર્શન યોજનાઓમાં ગોઠવણો કરવી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ સહિત તેમના સર્વાંગી વિકાસમાં સહાય કરો. વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને કારકિર્દી અંગે માહિતીપ્રદ પસંદગીઓ કરવા માટે સશક્ત બનાવી સહાયક શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપવા જેવી વાત સાથે પ્રો. ચૈાહાણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સર્વાંગી વિકાસનાં આયામો સર કરવા સૈાને સાથે મળી કાર્ય કરવા સહયોગી બની રહેવા હામ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઈતિહાસ વિભાગનાં ડો. પ્રદ્યુમન ખાચરે કૂલપતિશ્રીને કૂલપતિશ્રીને ઈતિહાસની અટારીએથી તેમજ સૈારાષ્ટ્રનાં રાજવીઓ પર સંપાદિત પૂસ્તકોની સ્મૃતિભેટ અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.પ્રો. બલરામભાઇ ચાવડા અને સ્ટાફ પરિવારે પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણનો સત્કાર કરી કોલેની શૈક્ષણિક બાબતોની જાણકારી આપી હતી.

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250704-WA0070.jpg