માણાવદર અનસુયા ગૌધામના પ્રણેતા હિતેન શેઠને વધાવતા મહારાષ્ટ્ર અને રાજકોટના ગૌભક્તો
*હિતેન શેઠની સેવાકીય પ્રવૃત્તિની ખ્યાતિ હોંગકોંગથી લઈને અનેક દેશોમાં ફેલાય છે*
માણાવદર અનસુયા ગૌધામ, અન્નક્ષેત્રે જેમણે જબરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે અને જરૂરતમંદોને છૂટેહાથે આર્થિક સહાય કરી ગુજરાત- ભારત અને છેક વિદેશની ધરતી સુધી ખ્યાતિ મેળવી છે તેવા સેવાક્ષેત્રના કર્મવીર હિતેનભાઈ શેઠ, હરેશભાઈ શેઠ વિજયભાઈ શેઠ તથા નાની વયમાં પશુસેવા, માનવસેવાની ધૂણી ધખાવી છે તેવા શ્રીમતી મેઘનાબેન શેઠ તથા શેઠ પરિવારની આ ગીર ગાયોની સેવા તથા અન્નક્ષેત્રની મુલાકાતે સમાજ શ્રેષ્ઠીઓની લાઈન લાગી છે.
આ ગૌધામને દેશમાંથી તથા પરદેશમાંથી સેવા સાધનાને બિરદાવતી અનેક ભેટો મળી રહી છે તેમાં અશ્ર્વો, ગાયો, શાંઢ વગેરે તથા નાની નાની વાછરડીઓ, ગાયોનો સમાવેશ થાય છે.
જે અંતર્ગત ગૌધામના સ્થાપક પ્રણેતા હિતેન શેઠનો આજે જન્મદિવસ હોય તેની જાણ થતા મહારાષ્ટ્રના ધર્મેન્દ્ર પાટીલે પોતાના ખાસ વાનમાં ગૌશાળા માટે છેક બારામતી મહારાષ્ટ્રમાંથી પોની અશ્વ અને બગી માણાવદર મોકલી જન્મદિવસ વધાવ્યો છે.
ઉપરાંત મીત બિલ્ડર્સ રાજકોટ વાળા ભરતભાઈએ સ્પેશિયલ વાહનમાં એક ગાય તથા એક હોડકી વાછરડીની ભેટ મોકલી છે તેમજ રાજકોટના દિલીપભાઈ તંતીએ ખૂંટ આ અનસુયા ગૌધામને ભેટ સ્વરૂપે ખાસ વાહન દ્વારા મોકલી તેમની સેવાને બિરદાવી છે. આ બધી ભેટો કેવળ સેવાકીય કડી- સાંકળ બને અને સેવા પ્રવૃત્તિ વધારે વિકસિત બને તેવા ઉમદા હેતુથી આ ગૌધામને સાદર ભેટ સ્વરૂપે આપી તેમની પ્રવૃત્તિને બિરદાવી છે જે નોંધનીય બાબત ગણાય
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર