Gujarat

રાજકોટ-રાજસ્થાન,જયપુર થી બોગસ ડોક્યુમેન્ટ આધારે સેલ્ફ ડ્રાઈવમાં છેતરપીંડી કરનાર ઈસમોને ફોર વ્હીલ કાર સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-રાજસ્થાન,જયપુર થી બોગસ ડોક્યુમેન્ટ આધારે સેલ્ફ ડ્રાઈવમાં છેતરપીંડી કરનાર ઈસમોને ફોર વ્હીલ કાર સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૩/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન દિપકભાઇ ચૌહાણ તથા જયરાજભાઇ કોટીલા તથા વિશાલભાઇ દવે ને મળેલ હક્કિત આધારે રાજકોટ શહેર જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે જાહેર રોડ ઉપરથી ઈસમોને નંબર પ્લેટ વગરની મારૂતી સ્વીફ્ટ કાર સાથે પકડી પુછપરછ દરમિયાન કાર રાજસ્થાન, જયપુર થી બોગસ ડોક્યુમેન્ટ આધારે સેલ્ફ ડ્રાઈવમાં ભાડેથી મેળવી છેતરપીંડી કરેલ હોવાનું જણાતા કાર BNSS કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી બન્ને ઈસમો વિરૂધ્ધ BNSS કલમ-૩૫(૧)ઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) વિનશ ઉર્ફે બટ્ટો દિલીપભાઈ ભગત ઉ.૨૭ રહે-હુડકો કવાર્ટર બ્લોક નં.બી/૩૫ કોઠારીયા રોડ રાજકોટ (૨) લકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા ઉ.૨૨ રહે-આશાપુરા શેરીનં.૯ હુડકો કોઠારીયા રોડ રાજકોટ. મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર જેના એન્જીન નં.Z12EP1118952 તથા ચેસીસ નં.MBHZCDESKRL220924 કિ.૫,૦૦,૦૦૦ આ કામના આરોપીઓ આજથી બે મહીના પહેલા રાજસ્થાન, જયપુર ખાતે જઈ આરોપી વિનસ ભગત એ જયપુર ખાતે પોતાના મિત્ર કિશુ નામના વ્યક્તિ મારફતે આરોપી લકીરાજ ઝાલા ના નામના બોગસ ડોક્યુમેન્ટ બનાવી તે ડોક્યુમેન્ટ આધારે જયપુર ખાતેથી સેલ્ફ ડ્રાઈવમાં ઉપરોક્ત ફોર વ્હીલ કાર ભાડેથી મેળવી રાજકોટ લઈ આવેલ હોય અને ત્યારથી તેઓ બન્ને ઉપરોક્ત ફોર વ્હીલ કાર ઉપયોગ કરતા હોવાની કબુલાત આપેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250524-WA0081.jpg