રાજકોટ શહેર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયાની તથા પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન દિલીપભાઈ બોરીચા તથા રાજેશભાઈ જળુ તથા વિશાલભાઈ દવે ને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે મહીનાથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ, ભાવનગર રોડ, ચુનાવાડ ચોક પાસેથી પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રજાકશા હુશેનશા શાહમદાર ઉ.૪૨ રહે-ગંજીવાડા શેરીનં.૧૧ ભાવનગર રોડ રાજકોટ. પ્રોહી. કલમ-૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


