રાજકોટ જાહેરમાં છરીના ઘા મારી ગંભીર ઇજાઓ કરનાર કુખ્યાત આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એમ.કે.મોવલીયાની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમીત અગ્રાવત, યુવરાજસિંહ ઝાલા, દિપકભાઈ ચૌહાણ ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ શહેર બી-ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૧૧૫(૨), ૧૧૮,૧૧૮(૨),૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ તથા (૨) ગાંધીગ્રામ પો.સ્ટે. BNS કલમ-૧૧૮(૧),૧૧૫(૨), ૩(૫) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના કામે મારા-મારીના ગુન્હાઓમાં પકડવાના બાકી જણાવેલ નામ વાળા આરોપીને રાજકોટ, પોપટપરાના નાલા સામે રોડ ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અલ્બાજ ઉર્ફે રહીશ ઉર્ફે અબુ ચામડીયા ખાટકીવાસ જુનો મોરબી રોડ રાજકોટ. તા.૧૮/૧/૨૦૨૫ ના રોજ હાલના આરોપી અલ્બાજ ભાડુલા તથા પકડવાના બાકી આરોપી અમીત રાઠોડ (દેવીપુજક) મોટરસાયકલ લઇને જતા હોય દરમ્યાન રણછોડનગર શેરીનં.૧૬/૪ ના ખુણા પાસે ફરીયાદી પરેશભાઇ ચંદ્રકાંતભાઇ બાબીયા (પટેલ) નાઓ પોતાનું મોટરસાયકલ લઇ આરોપીના મોટરસાયકલ ની બાજુમાંથી પસાર થતા નજીવી બાબતે આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઝઘડો કરી છરીઓના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી ગુન્હો આચરેલ છે. આરોપી અલ્બાજ ભાડુલા તથા પકડવાના બાકી સહ આરોપીઓએ રેલનગર, મેસુર ભગત ચોક પાસે, રવેચી.ટી.સ્ટોલની પાછળ ફરીયાદી અજય સંજયભાઇ સોલંકી સાથે નજીવી બાબતે ઝઘડો કરી છરીઓના ઘા મારી ઇજાઓ કરી ગુન્હો આચરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.