Gujarat

રાજકોટ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોફેશનલ કેમેરાઓ ભાડે લઇ, પરત ન આપી ફરીયાદીઓ સાથે વિશ્વાતઘાત કરી, આરોપી નાસતો-ફરતો હોય, તે આરોપીને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા દ્વારા ગુન્હાના કામે આરોપીને શોધી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોડલીયા તથા એમ.એલ.ડામોર, તથા સી.એચ.જાદવ નાઓ સતત પ્રયત્નશીલ હોય અને ટીમના માણસોને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપરવિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (કાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના નેતૃત્વ હેઠળ એ.એન.પરમાર નાઓ ની ટીમના માણસો જેમાં મોહિલ રાજસિંહ ગોહિલ, પ્રશાંતભાઈ ચુડાસમાં નાઓને ખાનગી રાહે હકિકત તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હોય તે દરમ્યાન આ કામે આરોપીને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાર્દિકભાઇ વિનોદભાઇ ટાંક જાતે-પ્રજાપતિ કુંભાર ઉ.૩૨ રહે.નાગેશ્વર જૈન મંદિર પાસે પટેલ બિલ્ડીંગ બીજા માળે રૂમનં.-૨૦૨ રાજકોટ. (1) સોની એમ-૩ મોડલના કેમેરા નંગ-૨ જે એક કેમેરાની કિ.રૂા.૨,૦૦,૦૦૦ એમ કુલ બે કેમેરાની કિ.રૂા.૪,૦૦,૦૦૦ (2) કેનેન આર.૬ મોડલનો નંગ-૧ કિ.રૂા.૩,૦૦,૦૦૦ (3) કેનેન આર કંપનીનો મોડલનો નંગ-૧ કિ.રૂા.૧,૪૦,૦૦૦ કુલ મુદ્દામાલ-૪ કેમેરા કિ.૮,૪૦,૦૦૦ રાજકોટ શહેર પ્રધ્યુમનગર પો.સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250726-WA0124.jpg