Gujarat

રાજકોટ મારા-મારીના ગુન્હામાં ઇંગ્લીશદારૂ જથ્થાના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ મારા-મારીના ગુન્હામાં ઇંગ્લીશદારૂ જથ્થાના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૭૮૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સર્હિતાની કલમ-૩૦૯(૪), ૩૫૧(૩), ૫૪ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જેમાં ગઇ તા.૭/૭/૨૦૨૫ ના કલાક-૨૩/૦૦ ના સમયે રેલનગર પરીવાર મોલની સામે આ કામે ફરીયાદી નું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં.GJ-03-PC-8131 કિ.રૂ.૫૦,૦૦૦ નું આ કામે આરોપી (૧) જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઇ કાથરોટીયા (૨) લખન કામેજળીયા ઓએ છરી બતાવી લુંટ કરેલ નો બનાવ બનેલ હોય, બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ કામે નામચીન આરોપી જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઇ કાથરોટીયા તથા લખન કામેજળીયા હોય જેઓને તાત્કાલીક પકડવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (કાઇમ) ભરત.બી.બસીયા દ્વારા જરૂરી સુચના કરેલ હોય. આ કામે ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપર વિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના નેતૃત્વ હેઠળ એ.એન.પરમાર નાઓની ટીમો તપાસમાં રોકાયેલ હોય અને આ કામે આરોપીઓની તપાસ હાથ ધરેલ જેમાં હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સથી મળેલ હકીકતના આધારે રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા તથા સુધાષભાઇ ધોધારી, ક્રીપાલસિંહ ઝાલા, મોહીલરાજસિંહ ગોહિલ તથા રામશીભાઇ કલોતરા નાઓને પેટ્રોલીંગમાં હોય જેઓને મળેલ હકિકતના આધારે રાજકોટ શહેર જંકશન પ્લોટ રેફયુજી કોલોની પાસેથી આ કામે એક ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી આગળ ની કાર્યવાહી કરવા માટે પ્ર.નગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેર નાઓને સોપી આપવાની તજવીજ કરેલ છે. જાવીદ ઉર્ફે જાવલો કરીમભાઇ કાથરોટીયા ખાટકી ઉ.૩૭ રહે.છત્રપતી ટાઉનશીપ કર્વાટર નં.૧૦૨ બ્લોક નં.એચ રેલનગર રાજકોટ. પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિંતાની કલમ-૩૦૯(૪), ૩૫૧(૩), ૫૪ મુજબ દાખલ થયેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250808-WA0008.jpg