Gujarat

રાજકોટ ખુનની કોશીષ ના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ ખુનની કોશીષ ના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૧/૬/૨૦૨૫ ના રોજ જામનગર જીલ્લાના ધ્રોલ પો.સ્ટેના BNS કલમ-૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૧૧૫(૨) ૧૧૮(૧), ૧૧૭(૨),૧૦૯, ૩૫૨, ૩૫૧(૩), ૬૧ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના ગુન્હામાં સોયલ ગામ સોયલ ટોલનાકુ, તા.ધ્રોલ, જીલ્લો જામનગર ખાતે માર-મારી તેમજ ખુનની કોશીષનો ગંભીર ગુન્હો કરેલ હોય જે ગુન્હો તા.૧૪/૭/૨૪ દાખલ થયેલ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા રાજકોટ મિલ્કત સંબંધી તથા શરીર સંબંધી ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ રાજકોટ શહેરના નાસતા-ફરતા આરોપીઓને પકડવા DCB પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી પ્રયત્નશીલ હોય ઉપરી અધિકારીઓની સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર અને ટીમના માણસો દ્વારા જેમાં જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ તથા મોહીલરાજસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે જામનગર જીલ્લા ના ધ્રોલ પો.સ્ટે. નાં ઉપરોકત ગુન્હાના કામે છેલ્લા એકાદ વર્ષથી નાસતો-ફરતો આરોપી રોનક સુખરામભાઈ નીમાવત જાતે.બાવાજી ઉ.૩૩ રહે.ફોર્ચ્યુન હોટલ વાળી શેરી, પાર્થ વિદ્યાલય પાસે રાજકોટ રહે.હાલ જસરાજનગર શેરીનં.૪, ઉમીયાચોક, ૧૫૦ ફુટ, રીંગ રોડ, આનંદભાઈ ના મકાનમાં ભાડેથી રાજકોટ વાળાને પકડી રાઉન્ડ અપ કરી આરોપીને જામનગર જીલ્લાના ધ્રોલ પો.સ્ટે. ખાતે ઉપરોકત ગુન્હામાં સોપવાની તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250611-WA0017.jpg