Gujarat

રાજકોટ-જામગઢ ગામમાં બનેલ મર્ડરના અનડીટેકટ ગુન્હામાં ફરીયાદી જ આરોપી નીકળતા જેને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-જામગઢ ગામમાં બનેલ મર્ડરના અનડીટેકટ ગુન્હામાં ફરીયાદી જ આરોપી નીકળતા જેને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૪/૫/૨૦૨૫ ના રોજ ગઇ તા.૧૮/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર કુવાડવારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામગઢ ગામમાં આવેલ નકટી નામની વાડીમાં મર્ડરના બનાવની જાહેરાત થયેલ હોય અને બનાવમાં મરણજનાર મુકેશ ઉર્ફે મુકો વેલાભાઇ વાવડીયા ઉ.૩૩ વાળો કોઇ અજાણ્યા આરોપીએ કોઇપણ કારણસર કોઇપણ હથીયાર વડે ગંભીરપ્રકારની ઇજાઓ કરી મોત નીપજાવેલ હોય, જે અંગે મરણજનારના સગા મોટાભાઇ વિનુભાઇ ઉર્ફે વિનુ વેલાભાઈ વાવડીયા એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન BNS કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય. ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અનડીટેકટ મર્ડરનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. બાદ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપર વિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં જીણવટભરી રીતે તપાસ કરવા સુચના કરેલ હોય અને આ કામે એમ.કે.મોવલીયા, તથા વી.ડી.ડોડીયા ની ટીમએ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી આજરોજ વિજયરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ પરમાર તથા દિલીપભાઈ બોરીચા, સંજયભાઇ ખાખરીયા, પ્રદીપસિંહ જાડેજા ને મળેલ ખાનગીરાહે ચોક્કસ અને વિશ્વાસપાત્ર હકીકતના આધારે આ કામે ફરીયાદીએ જ તેના સગા નાનાભાઈ મુકેશ ઉર્ફે મુકા નું ખુન કરેલ હોય, જે હકિકતના આધારે ફરીયાદની ઉંડાણપુર્વક પુછપરછ કરતા પોતે પોતાના ભાઈ નુ ખુન કરેલાની કબુલાત આપતા આ કામે ફરીયાદ જ આરોપી નિકળતા આ કામે રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે.નો અનડીટેકટ મર્ડરનો ગુન્હો ડીટેકટ કરી આરોપીને ગણતરીના દિવસોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વિનુભાઇ ઉર્ફે વિનો વેલાભાઇ વાવડીયા જાતે-કોળી ઉ.૪૦ રહે.જામગઢ બસ સ્ટેન્ડ પાસે તા.જી.રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250524-WA0083.jpg