Gujarat

રાજકોટ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધ સ્ત્રીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધ સ્ત્રીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.જગદીશ બાંગરવા દ્વારા આ ચીલઝડપના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ આ કામે DCB પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા એસ.વી.ચુડાસમા ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કૃષ્ણદેવસિંહ.જી.ઝાલા તથા હરસુખભાઇ સબાડ તથા કિશનભાઇ પાંભર તથા મહાવીરસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી ઇસમ પાસેથી ચીલઝડપ કરેલ સોનાનો ચેઇન તેમજ ચીલઝડપ સમયે ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે મુદ્દામાલ સાથે આ કામે ચીલઝડપ કરનાર ઇસમ મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (૧) વિશાલ કીશનભાઈ સોલંકી જાતે.દેવીપુજક ઉ.૩૦ રહે.ચુનારાવાડ શેરીનં.૧ રાજકોટ (૨)ચીના હરીભાઈ જાડેજા જાતે.દેવીપુજક ઉ.૫૫ રહે.ઝુપડપટ્ટી બાવાજીના સ્મશાન પાસે થોરાળા મેઈન રોડ રાજકોટ. એક સોનાનો ચેઇન-વજન ૯.૮૩૦ ગ્રામ જે અંદાજે ૨૨.૨૦ કેરેટનો તથા ટચ ૮૩ થી ૮૩.૫૦ કિ.૭૮,૦૦૦ હોન્ડા એક્ટીવા રજી.નં.GJ-03-KN-0834 કિ.૩૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિ.૧,૩૦,૦૦૦ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૪(૨), ૧૨૫(એ), ૫૪, મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250828-WA0035.jpg