Gujarat

રાજકોટ કેમીકલ યુકત ગંજાપતાના પાના, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ કેમીકલ યુકત ગંજાપતાના પાના, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગારધારા એકટ અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB P.I એમ.આર.ગોંડલીયા ની ટીમનો પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતો દરમ્યાન ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલ, ઉમેશભાઇ માવજીભાઇ ચાવડા તથા દિપકભાઈ મનુભાઈ ડાંગર નાઓને મળેલ સંયુકત હકીકત આધારે રાજકોટ શહેર, પુનીતનગર વાવડી, રાધે શ્યામ ગૌશાળાની બાજુમાં, આકાર હાઇટસ, આઇ-વ્હીંગ, ફલેટ નં.૫૦૨ માં સામાવાળા એ જુગાર રમવામાં ઉપયોગમાં લઇ શકાય તેવા કેમીકલ યુકત ગંજાપતાના પાના, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ તથા સેન્સર યુકત એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સહીતનો મુદ્દામાલ પોતાના આર્થીક ફાયદા સારૂ તથા અન્ય વ્યકિતઓ સાથે ઠગાઇ કરવાના હેતુથી વ્હેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી મળી આવતા સામાવાળા પાસેથી મળી આવેલ તમામ મુદ્દામાલ આગળની જરૂરી તપાસણી અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. વિપુલભાઇ રમેશભાઇ પટેલ, ઉ.૩૯ રહે.આકાર હાઈટ્સ, આઇ-વ્હીંગ ફલેટ નં.૫૦૨, પુનીતનગર વાવડી રાજકોટ. અલગ-અલગ કંપનીના ગંજીપતાના પાના નંગ-૪૨૬૦ કિ.૨,૧૩,૦૦૦ આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ કિ.૩૭,૫૦૦ સેન્સર યુકત એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કુલ કી.રૂ.૨,૭૦,૫૦૦ મુદ્દામાલ સાથે પકડાયેલ સામાવાળાની ઉપરોકત મુદ્દામાલના ઉપયોગ બાબતે પુછપરછ કરતા તેના જણાવ્યા મુજબ “કબ્જે કરવામાં ગંજીપતાના પાનાના સેટ કેમીકલ યુકત હોય છે અને આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સને પહેરવાથી ગંજીપતાના પાના આરપાર જોઇ શકાય તેના માટેના હોય છે. તેમજ સેન્સર યુકત એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કીટમાં રહેલ મોબાઇલ ફોન સેન્સર વડે ગંજીપતા તમામ પાના સ્કેન કરી જુગાર રમતી વખતે બાટવામાં આવેલ તમામ બાજીમાંથી કઇ બાજી સૌથી મોટી છે તેનો નંબર મોબાઇલની સ્કીન તેમજ બ્લુટુથ સ્પીકરમાં દર્શાવતુ હોવાની હકિકત સામાવાળા એ પ્રાથમીક પુછપરછ દરમ્યાન જણાવેલ છે. જુગારની ગેરકાયદેસર પ્રવૃતીમાં તમારી સાથે આવી રીતે ઠગાઇ થઇ શકે તેમ હોય જેથી આવી જુગારની ગેરકાયદેસર પ્રવૃતીથી દુર રહેવા અપીલ કરવામાં આવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250809-WA0050.jpg