રાજકોટ માલવાહક રીક્ષાઓ તથા મોટરસાયકલ સાથે બે ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૯/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એમ.કે.મોવલીયા તથા વી.ડી.ડોડીયા તથા એ.એન પરમાર નાઓના ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા આ દરમ્યાન વિજયરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, સંજયભાઈ ખાખરીયા નાઓ ને મળેલ ચોક્કસ હકીકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને રાજકોટ શહેર કરણાભાઇ માલધારી ગાર્ડન હોટલ પાસે આવેલ પરોઠા હાઉસ વાળી શેરી પંડીત જવાહરલાલ નહેરૂ શાળા નં.૬૭ ખાતેથી પકડી પાડી રાજકોટ શહેર તથા અમદાવાદ શહેર તથા મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન ખાતે રજી થયેલ રીક્ષા તથા મોટરસાયકલ ચોરીના ગુન્હોઓ ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) મેહુલ નરશીભાઇ સોલંકી (મારવાડી) રહે.હાલ અમદાવાદ ગુલબાઇ ટેકરો મારવાડી ઝુપડાપટ્ટીમાં મુળ.જામનગર સાધના કોલોની મારવાડી વાસ (૨) જગમાલ કમાભાઇ ગંગારામભાઈ પરમાર સલાટ રહે.માલાધારી ગાર્ડન બાપા સીતારામની મઢુલીની બાજુમાં રાજકોટ. રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.