Gujarat

રાજકોટ આજીડેમ વિસ્તારમાં બનેલ મર્ડરના બનાવમાં અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ આજીડેમ વિસ્તારમાં બનેલ મર્ડરના બનાવમાં અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૫/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇકાલ તા.૪/૮/૨૦૨૫ ના રોજ કોઠારીયા રોડ, ઇશ્વર પાર્ક, ખોડલધામ-૧ ની બાજુમાં સેલીબ્રેશન પાર્ટી પ્લોટ સામે, રાજકોટ શહેર ખાતે એક મર્ડરનો બનાવ બનેલ હોય જેમાં મરણજનાર ભાવેશભાઇ કરૂણાશંકર વ્યાસ, ઉ.૩૮ વાળાની પત્નિને કોઇ વ્યકિત બાબતે પુછતા તેઓએ ખબર ન હોવાનું જણાવાતા આ કામેના તમામ ૪ આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયેલ હોય અને ફરીયાદી તથા મરણજનાર સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો આપતા હોય, જેથી મરણજનાર નાઓ વચ્ચે પડતા તેની સાથે ઝપા-ઝપી કરતા આરોપી શ્વેતા નાઓએ મરણજનારને પકડેલ હોય અને આરોપી નં.(૧) ધ્રુવ ઉર્ફે ઘુઘો મુકેશભાઇ દુધરેજીયા નાઓએ છરીનો ઘા ડાબા પડખાના ભાગે મારી આંતરડા બહાર કાઢી નાખેલ હોય તેમજ આરોપી નં.(૨)જેનીશ ઉર્ફે જેનીયો ઘનશ્યામભાઇ વણોલ (૩) શ્વેતા દીપસિંગ ગોહેલ નાઓએ મરણજનારને ડાબા ખંભા ઉપર છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય જેથી તેનું સારવાર દરમ્યાન મરણ થતા જે અંગે ફરીયાદી સગુણાબેન ભાવેશભાઇ વ્યાસ રહે.ઇશ્વર પાર્ક, ખોડલધામ-૧ ની બાજુમાં, સેલીબ્રીશેન પાર્ટી પ્લોટ સામે કોઠારીયા રોડ રાજકોટ શહેર વાળા નાઓએ ફરીયાદ જાહેર કરતા જે ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૦૩ (૧), ૩૫૨, ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા અનડીટેકટ મર્ડરનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય. બાદ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપરવિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના નેતૃત્વ હેઠળ એ.એન.પરમાર તથા વી.ડી.ડોડીયા તથા એસ.વી.ચુડાસમા નાઓની અલગ-અલગ ત્રણ-ચાર ટીમો બનાવી તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી ગુના કામેના આરોપીઓને શોધવાના પ્રયત્ન કરતા હતા તે દરમ્યાન વિજયરાજસિંહ જાડેજા, તથા જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, પ્રતીકસિંહ રાઠોડ તથા વિશાલભાઇ દવે, અનુજભાઇ ડાંગર, અરવિંદભાઇ ફતેપરા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ હોય જેથી આરોપીઓ રાજકોટ શહેર ખાતેથી મળી આવતા તેઓને રાઉન્ડ અપ કરી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટશેન ખાતે સોપવાની તજવીજ કરવામાં આવેલ છે. (1) ધ્રુવીન ઉર્ફે ધ્રુવ મુકેશભાઇ દુધરેજીયા-બાવાજી ઉ.૨૨ રહે.ધનશ્યામનગર શેરીનં.૨ સહકાર રોડ કોઠારીયા રાજકોટ (2) શ્વેતા દીપસીંગભાઇ ગોહેલ-કોળી ઉ.૨૧ રહે.સોમનાથ સોસાયટી શેરીનં.૪ કોઠારીયા રોડ રણુંજા મંદીરની પાછળ રાજકોટ મુળ-ભગવતીપરા વિજયવન સોસાયટી નદીના કાંઠે પારેવડી ચોક રાજકોટ (3) કૌશલ ઉર્ફે બાઠીયો રાજેશભાઈ નિમાવત-બાવાજી ઉ.૨૦ રહે.ગુંદાવાડી મે.રોડ રામજી મંદીર ચોરાની બાજુમાં રાજકોટ. રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧), ૩૫૨, ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250805-WA0067.jpg