Gujarat

રાજકોટ ઘરફોડ ચોરી કરનાર ઇસમોમાં પૈકી એક ઇસમને શોધી કાઢી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ઘરફોડ ચોરી કરનાર ઇસમોમાં પૈકી એક ઇસમને શોધી કાઢી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૫/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૩૦/૭/૨૦૨૫ ના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અપુર્વા એપારમેન્ટ, નંદી પાર્ક, SNK સ્કુલ પાછળ રાજકોટ શહેર ખાતે આવેલ મકાન નં.૧૦૧ માં ફરીયાદી તથા તેમના પત્નિ તથા બાળકો દિવસ દરમ્યાન નોકરીમાં તેમજ બાળકો અભ્યાસ માટે ઘરની બહાર પોતાના મકાન જે એપારમેન્ટમાં તાળુ મારીને ગયેલા હોય જે એપારમેન્ટના મકાનનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલ કબાટ માંથી તેમજ તીજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૧૦,૮૫,૦૦૦ ની ઘરફોડ ચોરી થયેલ જે બાબતે ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદ પરથી યુનીવસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય અને જે ગુન્હાના આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા ગુન્હા કામેના ઇસમોને મુદ્દામાલ સાથે શોધી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય. ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપર વિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના નેતૃત્વ હેઠળ એસ.વી.ચુડાસમાં તથા એ.એન.પરમાર નાઓની ટીમના માણસો જેમાં સંજયભાઈ દાફડા તથા સંજયભાઇ અલગોતર, રામશીભાઇ કલોતરા નાઓને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી તેમજ ખાનગી રાહે હકિકત મળેલ હોય તે હકિકતના આધારે ઘરફોડ ચોરી કરનાર ઇસમો માંથી એક ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી આગળ ની કાર્યવાહી કરવા માટે યુનીવસીટી પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર નાઓને સોપી આપવાની તજવીજ કરેલ છે. સંદીપ ઓમપ્રકાશ ધનખડ જાતે-જાટ ઉ.૩૫ રહે.હાઉસ નં.-૩૪૫ મોર્ડન ટાઉન કોલોની તળાવ રોડ, જજ્જર, (હરીયાણા) રાજકોટ શહેર યુનીવસીટી પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩) મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250805-WA0066.jpg