Gujarat

રાજકોટ ફોરવ્હીલ કાર ની ચોરી કરનાર ઇસમોને ફોરવ્હીલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ.

રાજકોટ ફોરવ્હીલ કાર ની ચોરી કરનાર ઇસમોને ફોરવ્હીલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૩/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વીગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે તેમજ રાજકોટ શહેરમાં ભીડભાડ વાળી જગ્યાએ તેમજ માણસો ખરીદી કરવા આવતા હોય તે લોકો વાહન પાર્ક કરી જતા હોય તે વાહનોની ચોરી થતી હોય, જેથી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા અંગે સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા ટીમના કર્મચારીઓ જલદીપસિંહ વાઘેલા, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ સોર્સીસ થી તેમજ ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી નીચે જણાવેલ આઇ-૨૦ ફોરવ્હિલ કાર સાથે બે ઇસમોને પકડી કાયદેસર ની કાયૅવાહી કરવામાં આવેલ છે. (1) કમલેશ કાનાભાઇ લોખીલ આહીર ઉ.૩૩ રહે.નહેરૂનગર શેરીનં.૯ આહીર ચોક રાજકોટ (2) માનવ વિજયભાઇ ચંદાવત મારવાડી ઉ.૧૯ રહે.દેવપરા ભવનાથ મંદીરની સામે રાજકોટ. 1-20 ફોરવ્હીલ કાર નં.GJ-03-JC-5012 કિ.3,00,000 ડીટેકશન કરેલ ગુના નંબર તથા કલમ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250204-WA0002.jpg