Gujarat

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કિશનભાઇ પાંભર તથા મહાવીરસિંહ જાડેજા તથા અરવિંદકુમાર ફતેપરા તથા કરણભાઇ કોઠીવાળ ને મળેલ હક્કિત આધારે ચોરીના એક્ટીવા મોટરસાયકલ સાથે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નરેશભાઇ છગનભાઇ જોગયાણી ઉ.૪૦ રહે.-કુવાડવા રોડ સાત હનુમાન પાછળ રૂડા ટ્રાન્સપોર્ટ રાજકોટ. એક બ્લુ કલરનું હોન્ડા કંપનીનુ એક્ટીવા મોટરસાયકલ જેના રજી.નં. GJ-03-PB-6258 કિ.૬૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251125-WA0070.jpg