Gujarat

રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી વૃધ્ધને રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ચોરીના ગેંગના બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી વૃધ્ધને રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ચોરીના ગેંગના બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી તેની પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય ચીજવસ્તુ ચેરવી(ચોરી) લેવાના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ આ કામે ડી.સી.બી. પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન કિશનભાઈ પાંભર, સંજયભાઇ અલગોતર તથા મહાવીરસિંહ જાડેજા તથા અનુજભાઇ ડાંગર નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી ઇસમો પાસેથી પેસેન્જર તરીકે બેસાડી તેની પાસેથી રોકડા રૂપિયા ચેરવી લીધેલ રોકડ તેમજ ગુન્હામા ઉપયોગ કરેલ ઓટો રીક્ષા સાથે ઇસમો મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (1) સંજયભાઇ વિઠ્ઠલભાઇ પરમાર ઉ.૨૧ રહે.કોઠારીયા સોલવન્ટ હુશેની ચોક રાજકોટ (2) હુશેનભાઇ ફિરોજભાઇ શાહમદાર જાતે-મુસ્લીમ ઉ.૨૪ રહે.ગોકુલધામ ત્રણ માળીયા આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં.૨ રાજકોટ. લીલા કલરની કાળા હુડ વાળી ઓટો રિક્ષા રજી.નં.GJ-03-BU-5972 તથા રોકડ કુલ કિં.૧,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251202-WA0001.jpg