રાજકોટ આંબેડકરનગર સ્ટોરમાંથી નશાયુકત ગોળીઓનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૦/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અનડીટેકટ ચોરીના/લુંટના ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસ્તા-ફરતા આરોપીઓ પકડવા તેમજ પ્રોહીબીશન/જુગારના વધુને વધુ કેસો શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન/જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે સફળ રેઇડો કરવા તેમજ વધુને વધુ કેસો કરવા તેમજ હાલમાં SOG તરફથી NDPS કેસો તથા કોપ્તાના કેસ, કોડીન/ અન અધિકૃત દવાનું ગેરકાયદેસર રીતે વહેચાણ કરતા હોય તેઓના વિરૂધ્ધ કાયદેસર કરવા અંગે સ્પે.ડ્રાઇવનું આગોજન કરેલ હોય જે સ્પે.ડ્રાઇવ અનુસંધાને સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ સતત પ્રયત્નસીલ હોય. ગઇકાલ તા.૯/૭/૨૦૨૫ ના રોજ અમો પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય તે દરમ્યાન DCB પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનભાઇ.ડી.ડવ તથા ગોપાલભાઇ પાટીલ નાઓને કલાક.૧૬/૪૦ વાગ્યે અમોને ઓફીસ ખાતે આવી જણાવેલ છે કે, “આંબેડકરનગર શેરીનં.૧૪/૩ ના ખુણા પાસે આવેલ વિકાસ જનરલ સ્ટોર, આવેલ હોય જે દુકાનના વેપારી રામજીભગત માલી નામનો વ્યક્તિ જેણે શરીરે સફેદ ચેકસ વાળો શર્ટ તથા નીચે સાદુ પેન્ટ પહેરેલ છે અને તેના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં નાશયુકત ગોળી ઓનો જથ્થો છે” તેવી ચોકકસ અને ખાતરી લાયક હકિકત તેઓને મળેલ હોય જેથી જગ્યાએ રેઈડમાં જવાનુ આયોજન ગોઠવેલ અને જે રેઇડ દરમ્યાન મુદ્દામાલ ઇસમ પાસેથી મળી આવેલ હોય જે મળી આવેલ મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નશાયુકત ગોળી ઓ જેની પાસેથી મળી આવેલનું નામ-સરનામું. રામજીભગત રાજેશ્વરપ્રસાદ માલી ઉ.૫૧ રહે.જલજીત સોસા. શેરીનં.૨, અક્ષર મેડીકલની બાજુમાં ગોકુલધામ રાજકોટ મુળ વતન ફર્નાગામ તા.બડાહારા જી.આરા (બીહાર). એક પ્લાસ્ટીકનુ અપારદર્શક શીલ બંધ બાચકુ જેની અંદર સાંઇ મધુમુનક્કા, માદક પદાર્થ મિશ્રીત નશાયુકત ગોળીઓ કુલ મુદ્દામાલ કિ.૧,૫૧,૮૫૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.