Gujarat

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર ટ્રકમાંથી વિદેશીદારૂની જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર ટ્રકમાંથી વિદેશીદારૂની જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૧૨/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI વી.ડી.ડોડીયાની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિલીપભાઇ બોરીયા, દિપકભાઇ ચૌહાણ તથા વિશાલભાઇ દવે ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ -અમદાવાદ હાઇ-વે બામણબોર ચેક પોસ્ટથી આગળ રાજકોટ તરફ આવતા રસ્તે હાઇ-વે રોડ ઉપરથી ટાટા કંપનીના ટ્રકમાંથી ભારતીય બનાવટની ગેરકાયદેસર વિદેશીદારૂની કુલ બોટલો નંગ-૧૬,૭૨૮ આરોપીને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પુરખસિંહ સુજાનસિંહ રાજપુરોહિત ઉ.૩૪ રહે-રડવા તા.જી.બાડમેર (રાજસ્થાન) ટાટા ટ્રક નં.GJ-06-AX-6350 કિ.૧૦,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિ.૬૯,૩૭,૦૫૦ રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250412-WA0135-2.jpg IMG-20250412-WA0137-0.jpg IMG-20250412-WA0136-1.jpg