રાજકોટ બેડી ચોકડી પરથી કારમાં ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૯/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિલીપભાઈ બોરીયા તથા દિપકભાઈ ચૌહાણ તથા વિશાલભાઈ દવે ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ મોરબી હાઈ-વે, બેડી ચોકડી રોડ ઉપરથી આરોપીને ફોર્ડ ફીએસ્ટા કારમાં ભરેલ ગેરકાયદેસર દેશી દારૂના મોટા જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અનીલ ભીમાભાઇ મુળીયા ઉ.૩૦ રહે.ચુનારવાડા શેરીનં.૨/૩ નો ખુણો ભાવનગર રોડ રાજકોટ. દેશી દારૂ લીટર-૫૦૦ કિ.૧,૦૦,૦૦૦ પ્રોહી કલમ-૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ, ફોર્ડ ફીએસ્ટા કાર રજી.નં.GJ-01-KA-7702 કિ.૧,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિ.૨,૦૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.