રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૨/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયરાજસિંહ કોટીલા તથા દિલીપભાઇ બોરીયા તથા દિપકભાઇ ચૌહાણ ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે કુવાડવા ચોકડી નજીક રોડ ઉપરથી આઈસર કંપનીના ટેન્કર માંથી ભારતીય બનાવટની ગેરકાયદેસર વિદેશી દારૂની પેટીઓ નંગ-૪૬૩ કુલ બોટલો નંગ-૮૫૪૪ કિ.૮૭,૯૧,૪૦૦ ના જથ્થા સાથે આરોપીને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પારસકુમાર ઉર્ફે વિકાસ અમેદારામ પોટલીયા ઉ.૨૫ રહે-શ્રીરામવાલા ગામ તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન). પ્રોહીબીશન કલમ-(65)(એ)(ઈ), 116(બી), 98(2), 81 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.



