રાજકોટ ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરો માંથી કોપર તથા એલ્યુમીનીયમ વાયરોની ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન રાજેશભાઈ જળુ તથા પ્રદીપસિંહ જાડેજા તથા દિપકભાઈ ચૌહાણ ને ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસથી મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને રાજકોટ, જામનગર રોડ, મોરબી હાઉસના ખુણેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વિજય ઉર્ફે ભગો વાલજીભાઈ વાઘેલા-દેવીપુજક ઉ.૨૮ રહે-હાલ હોસ્પીટલ ચોક બ્રીજ નીચે રાજકોટ, મુળ-ખોડીયારનગર, ભાવનગર રોડ બોટાદ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


