દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન
દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન આજ રોજ “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર દામનગર ખાતે “નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા, ડો. ભાગીરથી જલુ અને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શિબિર નો આરંભ કર્યો હતો.આ કેમ્પ દરમિયાન ૪૫૯ જેટલા લાભાર્થીઓ ને ગાયનેક, પીડિયાટ્રિક, ચામડી ના રોગો, જનરલ સર્જરી અને માનસિક રોગના સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાત ડોક્ટરો ની ટીમ દ્વારા સગર્ભા અને પ્રસૂતા સ્ત્રીઓ ની તપાસ, બીપી, ડાયાબિટીસ, કેન્સર, ટીબી, એનિમિયા જેવા ગંભીર રોગો ની તપાસ, માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અંગે માર્ગદર્શન તથા કિશોરીઓ ને પેડ વિતરણ ,પોષણ અને માનસિક સ્વાસ્થ્ય સલાહ, પ્રસૂતિ પહેલાંની સંભાળ તથા જરૂરી તપાસ, લોહી અને પેશાબ ની લેબોરેટરી તપાસ, અન્ય પાયાની તપાસ તેમજ અનેક રોગોની સારવાર સહિત સચોટ માર્ગદર્શન સુલભ કરાવવામાં આવ્યું હતું .
આ કેમ્પને સફળ બનાવવા લાઠી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા, અધિક્ષક ડો. એસ. એસ. વોહરા, ડો. ભગીરથી જલુ, ડો. હરિવદન પરમાર, ડો. હિતેશ પરમાર, જીગ્નેશ બસન, સાગર નરોડિયા તથા હોસ્પિટલ સ્ટાફ અને આશા કાર્યકર બહેનો સાથે સમગ્ર ટીમે અખૂટ મહેનત કરી હતી. સૌએ પોતાની ફરજને સેવા ભાવના સાથે નિભાવી, સવારે વહેલી સવારે થી અંતિમ ક્ષણ સુધી ગામજનોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ પહોંચાડવા સતત પ્રયત્ન કર્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા