Gujarat

દામનગર ન્યાય કે નાણાં પરત મળશે ખરા ?

દામનગર ન્યાય કે નાણાં પરત મળશે ખરા ?

વાડ જ ચિભડા ગળે.

મફતપ્લોટ અપાવવાના નામે ગરીબ પરિવારો પાસે લાખો ની રકમ ઉધરાવી ને છેતરપીંડી

આગેવાનો જ અધિરા બનશે તો લોકો ફરિયાદ કોને કરશે ?

દામનગર શહેર માં અનેક ગરીબ શ્રમિક પરિવારો એ ઉજળી આશા એ મફત પ્લોટ અપાવવાની લાલચે લાખો રૂપિયા ઉધરાવી લેતા આગેવાનો સામે ભારે નારાજગી દામનગર ગ્રામ્ય વિસ્તાર મટી શહેરી વિસ્તાર બન્યો નગરપાલિકા ની લેન્ડ કમિટી ગઠિત નથી તેમ છતાં અનેક ગરીબ અને શ્રમિક પરિવારો ને મફત પ્લોટ અપાવી દેવા ના નામે લાખો ની રકમ ઉધરાવી લેતા આગેવાનો કેમ ? ગરીબ પરિવારો ને આવી લાલચ કેમ ? મફત પ્લોટ આપવાનો માત્ર રૂરલ માં તાલુકા ની લેન્ડ કમિટી અને અર્બન માં પાલિકા ગઠિત લેન્ડ કમિટી છે જ નહીં આવી અધિકાર બહાર ની લોભામણી સ્કીમ ઉભી કરી અનેક ગરીબ પરિવારો ને શીશા માં ઉતારનાર ચિટરો કે આગેવાન ? ૨૦ થી દામનગર માં કોઈપણ ગરીબ ને મફત પ્લોટ કે સરકારી આવાસ ની કોઈ સ્કીમ બની નથી ખાનગી બિનખેતી માં વેચાણ થી ખરીદી ન શકતા કે જ્ઞાતિ બાદ ના કારણે રહેણાંક પ્લોટ ન મેળવી શકતા પરિવારો ને પણ પરિવાર તો વિસ્તરે આવા ગરીબ પરિવારો ખૂબ સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે ભારે સાંકડ ભોગવતા પરિવાર એ અલગ રહેણાંક કે પગથાણ આંગણા માટે મફત પ્લોટ મેળવવા ઉજળી આશા એ ખૂબ મોટી નાણાંકીટ રકમો આગેવાનો ને આપી પણ કોઈ ગરીબ ને પ્લોટ ન આપવી શકતા આગેવાનો કેમ કહેવા ? ગરીબ પરિવારો ની સાથે ક્રૂર મશ્કરી કે છેતરપીંડી કરનાર કહેવાતા આગેવાનો પાસે નાણાં પરત મેળવવા દરદર ભટકાતા અનેક ગરીબ પરિવારો ની અવદશા કરનાર આગેવાનો ને રાજકિય પીઠ બળ હોય તંત્ર ગરીબ પરિવારો ના બદલે આવા આગેવાનો મદદ કરી રહ્યા છે અનેક રજૂઆતો માં આ અમારા ક્ષેત્ર માં ન આવે તેવો ઉડાવ જવાબ આપી હાથ ખેંચી રહ્યા છે ત્યારે મફત પ્લોટ ના નામે છેતરપીંડી નો ભોગ બનનાર ગરીબો ને ન્યાય કે નાણાં પરત મળશે ખરા ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250630-WA0079-0.jpg IMG-20250630-WA0078-1.jpg