Gujarat

દામનગર નવદુર્ગા યુવક ગરબી મંડળ ૧૧૧ પ્લોટ ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શક્તિ પૂજન શસ્ત્ર પૂજન યોજાયું

દામનગર નવદુર્ગા યુવક ગરબી મંડળ ૧૧૧ પ્લોટ ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શક્તિ પૂજન શસ્ત્ર પૂજન યોજાયું

દામનગર ના ૧૧૧ પ્લોટ વિસ્તાર માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પરંપરાગત પ્રાચીન રાસોત્સવ સાથે દેવી અનુષ્ઠાન નવરાત્રી મહોત્સવ ના સુંદર આયોજન સાથે ભવ્ય નવરાત્રી ઉજવણી કરાય રહી છે આજે દામનગર શહેર આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની તમામ આયામો ના હોદેદારો એ હાજરી આપી શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજન કરી હિન્દુ ધર્મ સંસ્કૃતિ ના પાવન પર્વ નવરાત્રી મહોત્સવ ના સુંદર આયોજન બદલ નવદુર્ગા યુવક મંડળ ને અભિવાદિત કરી આભાર વ્યક્ત કર્યો હતો ૧૧૧ પ્લોટ વિસ્તાર માં દરેક નાની બાળા દ્વારા નવદુર્ગા ગરબી મંડળ ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી વૈદિક મંત્રોચાર વચ્ચે દેવી અનુષ્ઠાન ની સ્તુતિ સાથે શક્તિ પૂજન કરી નાની બાળા ના વરદહસ્તે શસ્ત્ર પૂજન કરી શસ્ત્ર અર્પણ કરાયું હતું દૈવી અનુષ્ઠાન શક્તિ ની સાધના નું પર્વ છે “યા દેવી સર્વ ભુતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ” સ્તુતિ થી વંદના કરતા પરિષદ ના હોદેદારો સુરેશભાઈ ચૌહાણ વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ પરમાર પ્રકાશભાઈ બગદરિયા સાગરભાઈ પરમાર વિજયભાઈ છભાડ મહેશભાઈ સરવૈયા લાલભાઈ મેર ગૌરાંગબાપુ જીગાબાપુ ગોસ્વામી ગોપાલભાઈ મેર જીજ્ઞેશભાઈ વિસાણી નરેશભાઈ મકવાણા અતુલભાઈ ગોહિલ સંજયભાઈ તન્ના દિલીપભાઈ ભાતિયા જયતિભાઈ નારોલા મનસુખભાઇ નારોલા સહિત સ્થાનિક અગ્રણી ઓ કાર્યકર્તા ઓ એ શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કાર્યક્રમ માં હાજરી આપી ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ના પાવન પર્વ નવરાત્રી ના બેનમૂન આયોજન બદલ નવદુર્ગા યુવક મંડળ નું અભિવાદન કરી સન્માન પત્ર અર્પણ કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250929-WA0003-0.jpg IMG-20250929-WA0004-1.jpg